
પાટણ, મંગળવાર
ગુજરાતની લોકલાડીલી અને ‘મળ્યા માના આશિર્વાદ’ ફેમ ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયા પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.કાજલ મહેરિયા પર થયેલા હુમલાથી ઢોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે. હુમલાની આ ઘટના પાટણના ધારપુરમાં બની હતી. જૂની અદાવતમાં આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાટણના ધારપુર ગામે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ઉપર હુમલાની ઘટના બની છે. ઈજાગ્રસ્ત લોયગાયિકાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. દિગડી ગામના રમુ દેસાઈએ અન્ય 4 શખ્સો સાથે મળીને જૂની અદાવતમાં હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કાજલ મહેરિયાની ગાડીના કાચ તોડી ધોકા વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરનાર રમુ શકરા રબારી તેમજ અન્ય ચાર ઈસમો સહિત પાંચ ઈસમો સામે માર મારી જાતિ અપમાનિત શબ્દો બોલી સોનાની કંઠી લૂંટી લઈ જવાની સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી છે. બાલીસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાટણના ધારપુર ગામે લોકગાયિકા કાજલ મહેરિયા પર ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો છે. કાજલ મહેરિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ હુમલો જૂની અદાવતને ધ્યાનમાં લઈને દિગડી ગામના રમુ દેસાઈએ અન્ય 4 શખ્સો સાથે મળીને કર્યો છે. મહત્વનું છે કે, કાજલ મહેરિયા પર કરવામાં આવેલા હુમલામાં કાર્યક્રમના આયોજકોને પણ ઈજા પહોંચી છે. તથા લોકગાયિકાની ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે. આ હુમલા બાદ કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ મથક ખાતે હુમલાખોર રમુ દેસાઈ સહિત અન્ય 4 શખ્સો સામે ફરિયાદ નોધાતાં બાલીસણા પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથધરી છે.


