National

બે વર્ષ બાદ આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ,  શ્રદ્ધાળુઓ કરી રહ્યા બાબાના દર્શન

બે વર્ષ બાદ આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ,  શ્રદ્ધાળુઓ કરી રહ્યા બાબાના દર્શન

- કેદારનાથ ધામના દરવાજા આજે વૈદિક મંત્રોચ્ચાર અને તમામ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા
- આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા

ઉત્તરાખંડ, શુક્રવાર 

   કેદારનાથ ધામના દરવાજા આજે વૈદિક મંત્રોચ્ચાર અને તમામ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા હતા. સવારે 6.26 કલાકે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હાજર રહ્યા હતા. મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેદારનાથ ધામના દરવાજા ખોલવાના સમયે 10 હજારથી વધુ ભક્તો હાજર રહ્યા હતા. કોવિડને કારણે મંદિર બે વર્ષથી ભક્તો માટે બંધ હતું. લગભગ બે વર્ષ બાદ ભક્તો બાબાના દર્શન કરી રહ્યા છે.

ભક્તોને 6 મહિના સુધી થશે બાબાના દર્શન 
   ભક્તો હવે છ મહિના સુધી બાબા કેદારનાથના દર્શન અને પૂજા કરી શકશે. ગુરુવારે કેદારનાથની પંચમુખી ડોલી ભક્તોના ઉલ્લાસ વચ્ચે ધામમાં પહોંચી હતી. બાબાની ડોલી મંદિરની પાસે પૂર્ણ વિધિ સાથે મૂકવામાં આવી છે. મંદિરમાં પ્રથમ પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી હતી. તે જ સમયે સીએમ ધામીએ પૂજા અર્ચના કરીને બાબા કેદારના આશીર્વાદ લીધા હતા.

પૂજારીઓએ બાબાને ભોગ અર્પણ કર્યો 
   પૂજારીઓ અને વેદપાઠીઓએ મંદિરના ગર્ભગૃહની સફાઈ કરી અને બાબાને ભોગ ચઢાવ્યો હતો. આ પછી મંદિરની અંદર પૂજા થઈ. આર્મી બેન્ડની ધૂન સાથે સમગ્ર કેદારનાથમાં બાબાનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. આ દરમિયાન સીએમ ધામી સિવાય BKTCના સભ્યો પણ હાજર હતા. પંચકેદારના ત્રીજા ભગવાન તુંગનાથના દ્વાર આજે સવારે 11 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

 

બે વર્ષ બાદ આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ,  શ્રદ્ધાળુઓ કરી રહ્યા બાબાના દર્શન