Gujarat

સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે  ઉડાન  પુસ્તકનું વિમોચન

સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે  ઉડાન  પુસ્તકનું વિમોચન

- માતા-પિતાએ સંતાનોને પ્રેશર વગર અભ્યાસ કરાવવો જોઇએ : CM
- માતા-પિતાએ બાળકોની રૂચિ શેમાં છે તે જાણવું જોઇએ : CM

અમદાવાદ, સોમવાર 

   અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શૈક્ષણિક વ્યવસાયલક્ષી માર્ગદર્શિકા પુસ્તક "ઉડાન"નું વિમોચન કરવામાં આવ્યું હતું.  આ પુસ્તકમાં ધોરણ 10 અને 12 પછી શું કરવુ તે અંગે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે  રાજ્યસભા સાંસદ નરહરી અમીન અને GLS યુનિ.ના પ્રમુખ સુધીર નાણાંવટી ઉપસ્થિત રહ્યા. "ઉડાન" પુસ્તકના  માધ્યમથી યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ધો.10 -12 બાદ કારકિર્દીના વિકલ્પો અંગે પુસ્તકમાં માર્ગદર્શન મળશે.

    પુસ્તક વિમોચન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું કે હાલમાં ધો.1ના વિદ્યાર્થીઓને ધો.10 જેવી તૈયારી કરાવે છે. માતા-પિતાએ સંતાનોને પ્રેશર વગર અભ્યાસ કરાવવો જોઇએ. ઘરનું વાતાવરણ વિદ્યાર્થીઓ પર સૌથી વધુ અસર કરે છે. માતા-પિતાએ બાળકોની રૂચિ શેમાં છે તે જાણવું જોઇએ. ઉડાન જેવી પુસ્તિકા વિદ્યાર્થીઓ માટે ખૂબ ફાયદાકારક છે. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ નરહરી અમીને જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં 92 યુનિવર્સિટી છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગુજરાત બેસ્ટ છે. વિદ્યાર્થીઓને ધો.10 અને 12 પછી મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આ પુસ્તકથી મળશે.

 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે  ઉડાન  પુસ્તકનું વિમોચન